અરવલ્લી મિનિ વાવાઝોડાને લીધે ૫૭ ઘેટાંના મોત નિપજ્યાં છે ભિલોડાના હાથમતી નદી પાસે 57 ઘેટાં મોતને ભેટયા છે અચાનક આવેલા વાવાઝોડાથી ૧૦૦ ઘેટામાંથી ૪૩ ઘેટા ઘાયલ થયા છે જ્યારે ૫૭ ઘેટાં મોતના મુખમાં ધકેલાઇ ગયા છે એક સાથે ૫૭ ઘેટાના મોતથી માલધારીના માથે આભ તૂટી પડ્યું છે ઘેટાંના મોતનું સાચુ કારણ જાણવા તંત્ર દ્વારા ઘેટાંના પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે વાવાજોડા બાદ વીજળી પડવાથી મોત થયાની આશંકા સેવાઇ રહી છે