રાજકોટના માધાપર,બેડીનાકા સૈનિક સોસાયટી,ભોલેનાથ સોસાયટી નવરંગપરા, પોપટ પરા, રેસકોર્સ પાર્ક, રાજકૃતિ એપાર્ટમેન્ટ,એક્ઝાન નગર સખીયાનગર,વાંકાનેર સોસાયટી બજરંગવાડી, શીતલ પાર્ક સહિતના વિસ્તારોમાં સતત બીજા દિવસે સવારથીપીજીવીસીએલના દરોડાની કાર્યવાહીશરૂ કરવામાં આવી છે. જેમાં અલગ અલગ 33 ટીમો દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમજ ગઈકાલેપણ અલગ અલગ 36 ટીમો દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગજગ્યાએ99 કનેક્શન માંથી 28 લાખની વીજ ચોરી પકડવામાં આવી હતી