32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ મનપાએ કરોડોના ખર્ચે 3 વર્ષ પૂર્વે બનાવેલી શાળા અંતે શરૂ, સ્થાનિકોને આધુનિક સરકારી શાળાનો મળશે લાભ


રાજકોટ મનપા દ્વારા નાનામૌવા રોડ ખાતે રૂ. 9 કરોડના ખર્ચે બનેલી આ શાળા અન્ય શાળાઓની સરખામણીએ અનેક વધુ આધુનિક સુવિધાઓ ધરાવે છે. આ 9 કરોડની શાળામાં 18 ક્લાસરૂમ છે. આ ક્લાસરૂમમાં બાળકોને ભણાવવાની તમામ વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, તો સાથે એક કોમ્પ્યુટર લેબ પણ છે. ઉપરાંત લાઈબ્રેરીની વ્યવસ્થા પણ આ શાળામાં કરવામાં આવી છે. બે સ્ટાફરૂમ અને એક પ્રિન્સિપાલ ચેમ્બર પણ તૈયાર કરવામાં આવી છે. પરંતુ કોરોના સહિતના કારણોને લઈ શાળા શરૂ કરવામાં આવી નહોતી. જોકે ગત એપ્રિલ મહિનામાં આ અંગેનો અહેવાલ મીડિયા દ્વારા પ્રકાશિત થયા બાદ તંત્ર દોડતું થયું હતું. અને શાળા શરૂ કરવા માટેની જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેને લઈને હાલમાં વેકેશન ખુલતા જ આ શાળા શરૂ કરી દેવામાં આવી છે.તેમજ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ આ શાળા ગુરુવારથી શરૂ થનાર હોવાથી હાલ એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

જેથીઆસપાસના વિસ્તારમાં રહેતા લોકોને હવે આધુનિક સરકારી શાળાનો લાભ પણ મળી મળશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -