અમરેલીના સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટરો હડતાળ ઉતરી જતાં વિવિધ પ્રકારની કામગીરી બંધ થતાં અરજદારો મુશ્કેલમાં મુકાયા છે ત્યારે હાલ સાવરકુંડલા શહેર અને તાલુકામાંથી આવતા અરજદારોની હાલત કફોડી બની ગઈ છે મામલતદાર કચેરી ખાતે અરજદારોને 7- 12, અને 8 A, ક્રીમિલર સર્ટિફિકેટ, સહિત સરકારી કામગીરી બંધ થતાં અરજદારોને ભારે યાતના વેઠવી પડી રહી છે ત્યારે કોમ્પ્યુટર ઓપરેટરોને 6 મહિનાથી આઉટ સોર્સ કર્મીઓના પગાર ન થતા કર્મચારી ઓ હડતાલ ઉપર ઉતર્યા હોવાનું જાણવા મળ્યું..
અશોક મણવર અમરેલી