છેલ્લા એક વર્ષથી જૂનાગઢની દીકરી ધારા કડીવાર ગુમ થઈ હતી, ત્યાર થી સૂરજ ભુવા શંકાના ઘેરામાં ઘેરાયેલો હતો. હત્યા અગાઉ ધારા કડીવાર દ્વારા સુરજ ભુવા પર દુષ્કર્મનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેને લઈ સુરજ ભુવા અને ધારા કડીવાર વચ્ચે સમાધાન થઈ ગયું હતું અને ત્યારબાદ ફરી બંને એકબીજા સાથે બોલવા લાગ્યા હતા જે સમાધાનનો લાભ લઇ સૂરજ ભુવાજીએ પોતાના જીવનમાં કાંટા રૂપ બનેલ ધારા કડીવારને હંમેશા માટે ખતમ કરી નાખી હતી., જુનાગઢ કોળી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે હત્યારાઓ ધર્મના નામ પર બહેન દિકરીઓ,ભોળી ધાર્મિક જનતાનું શારીરિક અને આર્થીક શોષણ કરતા સુરેશ ભુવા અને તેમના સાગરીતોને કડકમાં કડક સજા કરવામાં આવે .આ કેસની ટ્રાયલ ઝડપી થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે.હત્યા કેસની ટ્રાયલ ચલાવવા માટે સરકારી વકીલની અલગથી નિમણુંક કરવામાં આવે.અને આરોપી સરેશ ભુવા અને તેની ગેંગના માણસોએ આચરેલા તમામ ગુન્હાઓની તપાસ ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓની નિમણુંક કરી વિજીલન્સ ટીમ ધ્વારા કરાવવામાં આવે અને હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી ગુજરાત સરકાર કાર્યવાહી તેવી કોળી સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી.
વિનોદ મકવાણા, જૂનાગઢ