કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારના 9 વર્ષના જનહિતકારી કાર્યો અને યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે અને સાથોસાથ સંપર્ક થી સમર્થન અભિયાન અંતર્ગત કેન્દ્રીયમંત્રી પરસોતમભાઈ રૂપાલા સુપ્રસિદ્ધ ચોટીલા આવ્યા હતાં તેમનું ડુંગર મહંત પરિવારના અમૃતગીરી ગોસાઈ દ્વારા માતાજીની છબી અને પ્રસાદ આપી આશીર્વાદ આપ્યા હતાં. પરસોતમભાઈ રૂપાલા દ્વારા ચોટીલા ડુંગરના મહંતને ભાજપ સરકારના કેન્દ્ર માં 9 વર્ષ દરમ્યાન કરેલી સિદ્ધિઓનું પુસ્તક ભેટ આપ્યું હતું અને ભાજપ સરકારના 9 વર્ષના કામો અને પહેલાની સરકારના કરેલા કામો વચ્ચેનો તફાવતની વાતો વાગોળી હતી. આજના કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ… નગરપાલિકા પ્રમુખ જે. જે. ખાચર.. નગરપાલિકા ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહિલ…ચોટીલા તાલુકા ભાજપ મહામંત્રી પ્રદીપભાઈ ખાચર…વનરાજભાઈ ધાધલ.. દેવરાજભાઇ શિયાળીયા સહિત ચોટીલા તાલુકાના ભાજપના કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં
રિપોર્ટર મુકેશ ખખ્ખર