બાયડમાં કપડવંજ માર્ગ પર ડમ્પર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે કપડવંજ રોડ ઉપર આવેલ શીતકેન્દ્ર નજીક અકસ્માતની ઘટના સામે આવી છે અકસ્માતમાં ડમ્પરના ડ્રાયવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું ડમ્પરના ડ્રાઇવર અહેમદપુરાના રહેવાસી હિંમતસિંહનું ઘટના સ્થળે જ મોત થયું હતું બાયડ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અકસ્માતને લઈ બે કિલોમીટર સુધી ટ્રાફિકજામના દ્રશ્યો નજરે પડ્યા હતા ડમ્પરની ટક્કરથી આઇસર પલટી ખાઈ બાજુમાં ખાબકી પડ્યું હતું બાયડ પોલીસે ટોઇંગ વાન મારફતે રસ્તો ખુલ્લો કરી ટ્રાફિક દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાવ્યો હતો
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી