ધોરાજી પંથક ના ખેત વિસ્તારમાં નીલ ગાય ના ટોળે ટોળા જોવા મળ્યા હતા. જેથી ધોરાજી પંથક ના ખેડૂતો નીલગાય થી ભયભીત થયા હતા. તેમજ હાલ ધોરાજી પંથકમાં પ્રિ ખરીફ પાક નું આગોતરું વાવેતર ચાલી રહ્યું છે જેથી રાત્રી ના સમયે ખેડૂતો એ ખેત વિસ્તારમાં જીવ ના જોખમે પિયત માટે જવું પડતુ હોય છે. પરંતુ નીલ ગાયનો ત્રાસ હોવાથી ખેડૂતો રાત્રી ના સમયે ખેત વિસ્તારમાં પાક ને પિયત આપવ માટે જઈ શકતા નથી તેમજ જો પાક ને સરખી રીતે પાણી આપવામાં ની આવે તો પાક બગાડવાની પણ સંભાવના રહે છે. તેમજ નીલ ગાય નીસાથે સાથે જંગલી ભૂંડ નો પણ ત્રાસ હોવાનું અને પાકને નુકશાન પહોંચાડી રહ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.