મોડાસાના ડુઘરવાડા નજીક ઝાડ સાથે રિક્ષા ટકરાતાં પેસેન્જર ભરેલી રિક્ષાનો અકસ્માત થયો હતો. તેમજ અકસ્માત થતાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત થયા ના સમયે ત્યાંથી કલેક્ટરની ગાડી પસાર થઈ હતી જેથી કલેકટરે કાફલો થંભાવી ઇજાગ્રસ્તોને પોતાની ગાડીમાં બેસાડીને સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લવાયા હતા