રાજકોટ
મે ૨૦૨૩ના માસમાં વિવિધ દેશનાં કુલ ૧૫ વિદેશી મુલાકાતીએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. મે ૨૦૨૩માં ૪૨૦૬ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે જેમાં વિવિધ ૦૨ સ્કુલના ૮૬ બાળકોએ પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્ટો. ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૬૦,૯૮૬ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.
વિદેશી મુલાકાતીઓની વિગત:
ક્રમ દેશની વિગત સંખ્યા
૧ સ્પેન ૨
૨ તનજાનીયા (આફ્રિકા) ૧
૩ કેનેડા ૧
૪ ઈંગલેન્ડ ૨
૫ ઇટલી ૩
૬ ફ્રાંસ ૨
૭ અમેરિકા ૨
૮ હોંગકોંગ ૨
કુલ ૧૫