અમરેલીના ચિત્તલ શહેરમાં લાતી બજારમાં નેશનલ ટિમ્બર અને માહેન્દી ટિમ્બરમા આગ ભભુકી ઉઠતા અફડાતફડી મચી ગઇ હોય ત્યારે આગ લાગી હોવાની જાણ અમરેલી ફાયર કંટ્રોલરૂમને થતા જ ફાયર ઓફિસર એચ. સી.ગઢવી અને વાયરલેસ ઓફિસર હરેશભાઈ સરતેજા સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુ લેવાના પ્રયત્ન ચાલુ કરેલ હોય સ્થળ પર ત્રણ જેટલા ગોડાઉન આગની જપેટમાં આવેલ જેમાં એક ગોડાઉનની છતનો ભાગ ધરાસાઈ થયો હોય સદ્નનસીબે કોઈ દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો લીધો બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યું જેમાં કોઈ જાનહાની સર્જાય ન હોવાનું ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું..
અશોક મણવર અમરેલી