રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના કોઠારીયા ગામ રણુજા વિસ્તાર તેમજ બજરંગવાડી હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૩૪ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૯ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૩૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલેન્સ ચેકિંગ દરમિયાન આરોગ્ય અધિકારીશ્રી ડો. જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી ડો. હાર્દિક મેતા તથા ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી કે. એમ. રાઠોડ તથા આર.આર. પરમાર ની ટીમ સાથે હાથીખાના શેરી નં. ૧૩, “રામનાથ કૃપા”, રાજકોટ મુકામે આવેલ શ્રી ઈશ્વરભાઈ લાલજીભાઇ કાકુની માલિક પેઢી “ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા” ના ઉત્પાદન સ્થળનું ચેકિંગ કરવામાં આવેલ ચકાસણી દરમિયાન પેઢીના ઉત્પાદન સ્થળ પર અનહાઈજીનિક રીતે ઘૂઘરાનું ઉત્પાદન થતું તેમજ સ્થળ પર ફૂડ કલરનો ઉપયોગ થતો હોવાનું માલૂમ પડેલ સ્થળ પર અનહાઈજીનિક રીતે સંગ્રહ કરેલ મીઠી ચટણી ૨૦ કિ.ગ્રા., લાલ ચટણી ૫ કિ.ગ્રા., ઘૂઘરા માટેનો બટેટાનો મસાલો ૨૦ કિ.ગ્રા., ઉપયોગમાં લેવાતું દાઝીયું તેલ ૬૦ કિ.ગ્રા. તથા શણિયા/ કંતાન પર સુકવેલ કાચા ઘૂઘરા ૪૦ કિ.ગ્રા. નો કુલ મળી ૧૪૫ કિ.ગ્રા. જથ્થો મળી આવેલ જે માનવ આહાર માટે ઉપયોગમાં ન લેવાય તે હેતુથી SWM વિભાગની ટીપર વાનમાં સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ સદર જથ્થા માંથી મીઠી ચટણી, ઘૂઘરા માટેનો બટેટાનો મસાલો અને ઉપયોગમાં લેવાતા દાઝીયા તેલનો નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ. તથા પેઢીના સંગહ સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.