જૂનાગઢના ભવનાથ ગિરનારની ગોદમાં અતિ પ્રાચીન સુદર્શન તળાવ છેલ્લા ઘણા સમયથી નવીનીકરણની રાહમાં છે,સુદર્શન તળાવનું યોગ્ય સમારકમ કામ થાય તો ભવનાથ સહિત સમગ્ર જૂનાગઢને તળાવના પાણીનો લાભ મળી શકે તેમ છે, જ્યારે 16 વર્ષ પહેલાં સુદર્શન તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.સમગ્ર મામલે જુનાગઢ મનપા મેયર જણાવ્યું કે તળાવના સમારકામ પ્રક્રિયા વહેલામાં વહેલી તકે શરૂ કરવામાં આવે તેવા તમામ પ્રયાસો હાલ હાથ ધરવામાં આવેલ છે.. તળાવનું વહેલી તકે નવીનીકરણ થાય તો શહેરના પર્યટન સ્થળમાં વધુ એક ઉમેરો થાય ,જો કે તળાવની કામગીરીમાં રાજ્યના વન વિભાગને સાથે રાખી કામ કરવાનું હોવાથી થોડો કામ ખોરંભે ચડ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું..આ સ્થળ ગિરનાર જંગલ પંથકમાં હોવાથી તળાવના નવીનીકરણ અને કામગીરીમાં વન વિભાગની મંજૂરી હોવી પણ આવશ્યક બનતી હોય છે.. મહત્વનું છે પૌરાણિક સુદર્શન તળાવ સ્કંદ ગુપ્તના સમયમાં બનેલ પરંતુ હાલ તે સ્થળ નાશ પામ્યું છે..હાલનું ઐતિહાસિક સુદર્શન તળાવ નવાબી કાળમાં તૈયાર થયેલ હતું ..
વિનોદ મકવાણા, જૂનાગઢ