33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

અમરેલીના બગસરા એસ.ટી. ડેપો ખાતે જૂનાગઢ ભાવનગર રૂટની 50 મુસાફર ભરેલી એસટીનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝબ્બે


અમરેલીના બગસરા એસ.ટી. ડેપો ખાતે જૂનાગઢ ભાવનગર રૂટની 50 મુસાફર ભરેલી એસ. ટી. ના  ડ્રાઈવરને નશાની હાલતમાં પકડવામાં આવ્યો હતો. આ અંગે અમરેલી એસટી વિભાગની સિક્યોરીટી ટીમે સવારથી જ એસટી બસોનું ચેકીંગ હાથ ધર્યું હતું. આ ટીમ બગસરા એસટી બસ સ્ટેન્ડ ખાતે પહોંચી હતી. તે દરમિયાન ડ્રાઈવરનું બ્રેથ એનેલાઈઝરથી ચેકીંગ કરતાં ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું જેથી બગસરા એસ.ટી.ડેપો પર ડ્રાઈવરને ઉતારી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ મુસાફરોને મુશ્કેલીનો પડે તે માટે અન્ય ડ્રાઇવરને એસ.બસમા મોકલવામાં આવ્યા હતા.

 

અશોક મણવર અમરેલી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -