ખેડબ્રહ્મા શહેરમાં વાસણા રોડ પર આવેલ જલારામ સોસાયટીમાં ગટરનું કામ છેલ્લા એક મહિનાથી ધીમી ગતિએ ચાલતુ હોવાથી મોટા ખાડામાં એક બાળક રમતા પડી જતાં તેને આંખના ભાગે ૬ ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ કામ છેલ્લા એક મહિનાથી ગોકળ ગતિએ ચાલતુ હોવાથી રહીશોને મુશ્કેલીનો સામનો કરવા મજબુર બન્યા છે. વારંવાર કોન્ટ્રાકરને જાણ કરવા છતાં ઉધધાનાય ભર્યું વર્તન કરવામાં આવે છે. સોસાયટીના રાત્રીના સમયે રખડતા પશુઓ ગટરના ખાડામાં પડી જાય તો જવાબદાર કોણ તે એક પ્રશ્ન છે હવે તંત્ર દ્વારા જલારામ સોસાયટી રોડ નં.૮ મા ગટરનું કામ સત્વરે ચાલુ કરવામાં આવે તેવી જલારામ સોસાયટીના રહીશોની માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટર :- જય જાની