આમ તો ચોટીલા પીજીવીસીએલ તંત્રની અવારનવાર બેદરકારી સામે આવે છે ત્યારે આ બેદરકારી એક નવી જ જોવા મળી છે પીજીવીસીએલ દ્વારા વિજ વાયર પોલ સાથે બાંધવાના હોય તેની જગ્યાએ એક ઝાડ સાથે બાંધવામાં આવ્યા છે ચોટીલામાં મનહર પાર્ક સોસાયટી તરફ જતા રસ્તા ઉપર અનેક વીજ પોલ આવેલા છે જ્યાં એક જગ્યાએ વિજ પોલ ની બાજુમાં જ એક લીમડાના ઝાડ સાથે વીજ વાયર બાંધવામાં આવેલા છે આ વીજ વાયરમાંથી ગામડામાં વીજ સપ્લાય થાય છે આ રસ્તા ઉપર એક સ્કૂલ પણ આવેલી છે અને આ રસ્તા ઉપર રોજના હજારો બાળકો સ્કૂલે અવરજવર કરતા હોય છે તેમજ બે-ત્રણ સોસાયટીના લોકો પણ અહીંથી જ પસાર થતા હોય છે શું પીજીવીસીએલ કંપની પાસે વીજ પોલો ખૂટ્યા હશે કે પછી જાણી જોઈને આવી બેદરકારી કરવામાં આવી હશે
રિપોર્ટર મુકેશ ખખ્ખર