રાજકોટના મોટામવાના વણકરવાસ વિસ્તારમાં રહેતા પુત્રએ જ પોતાના પિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરતા સામે આવ્યું હતું કે પિતા માનસિક બીમાર હતા જેથી ઘરમાં પિતા પુત્ર વચ્ચે કંકાસ થતો જતો જેથી ઘર કંકાસમાં પુત્રએ પિતા ને હથોડીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું પ્રથામિક તારણ સામે આવ્યું હતું.