ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતેથી ૯ નવી બસોને સાંસદ ડો. ભારતીબેન શિયાળે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી બસોમાં બે સ્લીપર, ત્રણ લક્ઝરી અને ચાર મીની બસ ભાવનગર એસ. ટી. ડેપોને ફાળવાઈ છે જે બસ અલગ અલગ રૂટ ઉપર દોડશે. ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લાને ગુજરાત સરકાર દ્વારા કુલ ૩૪(ચોત્રીસ) બસો ની ફાળવણી કરવામાં આવેલ છે જેમાં ૪(ચાર) સ્લીપર, ૮(આઠ) ૨*૨ લકઝરી અને ૨૨(બાવીસ) મીની બસો નો સમાવેશ થયેલ છે. આ ફાળવવામાં આવેલ બસો એમીશન નોર્મ્સ ધરાવે છે
આ તકે ઉપસ્થિત સાંસદ ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા સામાન્ય માણસને પણ આધુનિક યુગ જેવી જ સારામાં સારી સુવિધા મળે તે અંતર્ગત કુલ ૩૪ બસોની ફાળવણી ભાવનગર જિલ્લા માટે કરવામાં આવેલ છે. સાથો સાથ આખા વર્ષ દરમ્યાન ૧૦૦ જેટલી નવી બસો તબક્કાવાર ભાવનગર માટે ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત સરકાર ની જનસુખાકારી, લોકસુખાકારી અને ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના માણસોને ઉત્તમ સુવિધા મળી રહે તેવી અંત્યોદયની વિચારધારા સાથે સરકાર કામ કરી રહી છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર