સામાન્ય પરિવારમાંથી આવતા મનસુખભાઈ જાગાણી ખેડૂતોના મસિહા બનીને સામે આવ્યા છે. જ્યારે એક તરફ મોંઘવારી વધી રહી છે એવામાં ખેડૂતોને બળદ રાખીને ખેતી કરવી પોસાય નહીં. ત્યારે મનસુખભાઈએ બુલેટની મદદથી ખેતી કરીને હજારો ખેડૂતોને મદદ કરી છે. તેમજ આ બુલેટ સાતી સમયની પણ બચત કાંતિ હોવાની સાથે સસ્તી પણ છે જેથી ખેડૂતોનો આડધો બહાર ઓછો થઈ ગયો છે. આ બુલેટ સાતી બનાવવા માટે 1.5 લાખ જેવો ખર્ચો થયો હતો. તેમજ આ બુલેટ સાતીની નોંધ ભારત અને અમેરિકામાં પણ લેવામાં આવી હતી.પણ કોઈ ઉદ્યોગપતિ આ પેટર્નનો ગેર ઉપયોગ ન કરે તે માટે તેઓ આ ઓજાર ખેડૂતો સુધી લઈ ગયા.તેમણે ખેડૂતોને સેકડો બુલેટ સાતી બનાવી આપ્યા છે.જો મનસુખભાઈ ધાર્યું હોત તો તેઓ પોતાની આ ક્રાંતિથી લાખો કરોડો રૂપિયા કમાણી કરી શક્યા હોત પરંતુ આ લાભ ગરીબ ખેડૂત ને મળી રહે તે માટે તેમને એવું ન કર્યું અને તેમને ખેડૂતોનું ભલું કરવું પહેલા પસંદ કર્યું છે.