આજથી બેંકોમાં 2000 ના નોટ લેવાની શરૂઆત કરવામાં આવતા લોકો બેંકમાં નોટ જમા કરવા પહોંચ્યા હતા. કોઈપણ પ્રકારની આફતનો માહોલ દેખાયો ન હતો. લોકો સહજતાથી તેમની પાસે જે નોટ હતી તે નોટને ધીરે ધીરે જમા કરાવવા આવતા દેખાયા હતા. પરંતુ તેમની સંખ્યા દરેક બેન્ક ઉપર ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. ભૂતકાળ જેવો માહોલ બેંકમાં જોવા મળ્યો ન હતો. કેસ કાઉન્ટર પર સામાન્ય દિવસોમાં જેટલા લોકો ઊભા રહે એટલા જ લોકો આજે પણ દેખાયા હતા. આજે બેંકમાં નોટ લેવાની શરૂઆત થતા લોકો જ્યારે નોટ જમા કરાવવા ગયા હતા ત્યારે તેમની પાસેથી એક ફોર્મ ભરવામાં આવ્યું હતું. તેમજ બેંકની અંદર 2000 ની નોટ જમા કરાવવા આવનાર વ્યક્તિના આઇડેન્ટ પણ લેવામાં આવ્યા હતા. ગ્રાહકોએ આ બાબતની ટીકા કરી હતી. કોઈ કાળું ધન નથી કે જમા કરાવવા આવ્યો ત્યારે માહિતી આપવી પડે. છતાં પણ સરકાર આ પ્રકારના નિર્ણયો લઈને લોકોને હેરાન કરે છે. બેંકમાં બીજા રૂપિયા જે રીતે જમા કરાવ્યો એટલી જ સરળતાથી નોટ પણ લઈ લેવી જોઈએ શા માટે પ્રુફ અને ફોર્મ ભરવામાં આવી રહ્યું છે તે સમજાતું નથી.
સુરતની બેંકોમાં રૂ. 2000ના નોટ જમા કરાવવાની પ્રક્રિયા શરૂ, ગ્રાહકો પાસેથી ફોર્મ ભરવામાં આવ્યું
Previous article
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -