સ્માર્ટ અને સ્વચ્છ સિટી રાજકોટના આ દ્ર્શ્યો જોઈને તમને પણ એમ થશે કે શું ખરેખર રાજકોટ સ્વચ્છ શહેર છે.? આ દ્ર્શ્યો છે શહેરના કોઠારીયા વિસ્તારના. છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકો અસહ્ય ગંદકી અને પાણી ભરાવવાની સમસ્યાથી પીડાઈ છે. કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટી અને અન્ય કેટલીક સોસાયટીમાં 300થી વધુ પરિવાર વસવાટ કરે છે. એવામાં અતિશય ગંદકી અને ખાડાઓમાં પાણી ભરાવવાની સમસ્યાને લઇને લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. તેમજ ચોમાસામાં સૌથી વધુ અહીંયા ગંદકીની સમસ્યા થાય છે. લોકો અનેક બિમારીઓનો ભોગ બને છે. અનેક વખત આ બાબતે કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ સમસ્યાનો કોઈ નિવેડો જ નથી આવ્યો. જેથી સ્થાનિકોની માંગ છે કે, મનપા તાત્કાલિક આ સમસ્યામાંથી તેમને મુક્તિ આપે.