25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

કેશોદ નગરપાલિકા કચેરી પાસેનો રોડ ચોમાસું શરૂ થાય તે પહેલાં તાત્કાલિક બનાવવા ઉઠી લોકમાંગ


કેશોદ શહેરમાં રાજ્ય સરકાર દ્વારા ચાર ચોક વિસ્તારમાં આવેલા રેલ્વે ફાટક પાસે અંડરબ્રીજ બનાવવામાં આવે છે ત્યારે કેશોદ નગરપાલિકા કચેરી અને કેશોદ પોલીસ સ્ટેશન વચ્ચે આવેલ ગલીમાં ખોદકામ કરી ભુગર્ભ ગટર અને પાણીની પાઈપલાઈનનું કામ કરવામાં આવેલ જે પુરું થઈ ગયેલ હોવા છતાં આજદિન સુધી ફરીથી રોડ બનાવવામાં આવેલ નથી ત્યારે ચોમાસામાં વરસાદ પડતાં કાદવ કીચડ થવાની સાથે પસાર થતાં વાહનચાલકો હેરાનપરેશાન થવા ઉપરાંત આકસ્મિક ઘટના થવાની સંભાવના અટકાવવા તાત્કાલિક અસરથી રોડ બનાવવા કેશોદ હિતરક્ષક સમિતિ નાં કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં માંગ કરીછે કેશોદના ગોદાવરીબાઈ કન્યા વિદ્યાલય સામે આવેલા વાદાગ્રસ્ત ખુલ્લી જગ્યામાં અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય જેનાં કારણે બાજુમાં આવેલ બેંકમાં જવા ઉપરાંત ડાયવર્ઝનને કારણે પસાર થતાં વાહનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે વિવાદાસ્પદ જગ્યાએ થયેલા ગેરકાયદેસર દબાણ દુર કરવા કેશોદ નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરીછે કેશોદના જવાબદાર તંત્ર દ્વારા શહેરીજનોનાં હિતમાં હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે

રિપોર્ટર –  દિનેશ મહિડા કેશોદ

 

  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -