ગોંડલમાં અચાનક પોલિસ દ્વારા પેટ્રોલિંગનો ધમધમાટ કરવામાં આવ્યો હતો ગોંડલ સીટી તાલુકા, કોટડાસાંગાણી, મહિલાપોલીસ, LCB, SOG પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને રસ્તા પર દબાણ અને આડેધડ વાહન પાર્ક કરનારાઓ સામે તવાઈ બોલાવી હતી. ગોંડલનાં સીટી પોલીસ સ્ટેશનથી ભગવતપરા, સેન્ટ્રલ ચોક, માંડવીચોક, નાની બજાર, ગુંદાળા પેટ્રોલ પમ્પ, ભુવનેશ્વરી રોડ, કોલેજ ચોક, સહિતના વિસ્તારમા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતુ Pi એમ.આર. સંગાળા, PSI અને મહિલા પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જે દરમિયાન નાની બજાર માં વેપારીઓ દ્વારા દુકાન બહાર કાઢેલા થડા, અને આડેધડ પાર્કિંગમાં પડેલા વાહનો દૂર કરી ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો.તેમજ સેન્ટ્રલ ચોકમાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું