રાજકોટમાં RTE અંતર્ગત 400 થી વધુ એડમિશન રદ્દ કરવામાં આવ્યા હતા. જેમાં વાલીઓએ ઓનલાઇન ફોર્મ ભરવા ગેરરીતિ આચરી હોવાનું ટ્રેકિંગ સિસ્ટમ માં ખુલ્યું હતું. આ અંગે શિક્ષણ વિભાગ ગંભીર થયું હતું તેમજ કુલ 6 હજાર જેટલી બેઠક પૈકી 5200 જેટલા વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષના પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ ખાલી બેઠક ઉપર વંચિત છાત્રો ને પ્રવેશ મળી શકશે આ ઉપરાંત પૈસા પત્ર અને પહેલેથી એક ધોરણ ભણી ચૂકેલા બાળકોના વાલીઓએ પણ RTE હેઠળ એડમિશન મેળવવા કર્યો પ્રયાસ કર્યા હોવાનું સામે આવ્યું હતું.