રાજકોટમાં વારંવાર પેટ્રોલ ઓછું મળતું હોવાનું સામે આવતું હોય છે ત્યારે ફરી એક વાર ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવેલ hp પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવતા પેટ્રોલમાં ઘટ આવતી હોવાની ફરિયાદ સામે આવી હતી. જેમાં બાઇક ચાલકે ૨૦૦નું પેટ્રોલ ભરાવતા પેટ્રોલ ઓછું આવ્યું હોવાનું જણાવ્યું હતું તેમજ તેઓ એ પોલીસ ફરિયાદ કરવાનું પણ જણાવ્યું હતું.