32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ જીલ્લાના ધોરાજીમા નગરપાલિકા તંત્ર દ્વારા બનાવેલ બે કરોડના ખર્ચે બનાવેલ આધુનિક શાકમાર્કેટ બની અસામાજીક તત્વોનો અડ્ડો


ધોરાજીમા છ સાત વર્ષ અગાઉ જુની શાકમાર્કેટ બિલ્ડીંગને તોડીને આધુનિક શાકમાર્કેટ બિલ્ડીંગ તૈયાર કરવામા આવેલ તે દરમ્યાન શાકમાર્કેટના વેપારીઓને જયા સુધી નવુ આધુનિક શાકમાર્કેટ બિલ્ડીંગ તૈયાર ન થાય ત્યા સુધી અન્ય જગ્યાએ જન્માષ્ટમી ગ્રાઉન્ડમા વેપારીઓ માટે જગ્યા ફાળવાઇ હતી અને નવુ આધુનિક બિલ્ડીંગ શાકમાર્કેટનુ બિલ્ડીંગ બે કરોડ થી પણ વધારે ખર્ચ કરીને આધુનિક શાકમાર્કેટ બનાવેલ તેનો પણ છ થી સાત વર્ષ વિતી ગયો હોય અને આ નવુ શાકમાર્કેટમા શાકભાજીના થડાઓ ફાળવવા માટે વિવાદ થયો હતો અને આ વિવાદને કારણે હજુ સુધી નવી આધુનિક બિલ્ડીંગ શાકમાર્કેટ વેપારીઓને પોતાના થડાઓ ફાળવવાયા નથી જેથી છ સાત વર્ષ થી પોતાની શાકમાર્કેટ મા દુકાન હોવા છતાંય જન્માષ્ટમી ગ્રાઉન્ડ મા પોતાનો ધંધા રોજગાર કરવા માટે મજબૂર બન્યા છે નવુ આધુનિક બિલ્ડીંગ શાકમાર્કેટ છેલ્લા છ સાત વર્ષ થી તંત્ર દ્વારા કોઈ સારસંભાળ ન રાખવા આવતા નવી આધુનિક બિલ્ડીંગ ના છાપરા ઓ એંગલો તુટી ફુટી ગયેલ અને ચોરી પણ થઈ ગયેલ અને હાલ બે કરોડ થી પણ વધારે ખર્ચ કરેલ આધુનિક બિલ્ડીંગ શાકમાર્કેટ મા અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે આ શાકમાર્કેટ બિલ્ડીંગ સર ભગવતસિંહજી શાકમાર્કેટ રાખવામા આવેલ છે પણ આ નામ નો અને ગામ ને દાગ લગાડતા હોય તેવી પ્રવૃત્તિઓ અહી થાય છે પણ નથી તંત્ર ને કોઈ ફેર પડતો કે નથી વેપારીઓ કે આગેવાનો કોઈ ફેર પડતો આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસરે પણ કોઈ નક્કર જવાબ આપેલ નથી અને પોતાનો બચાવ કર્યો હતો


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -