ભાવનગર શહેરના ફાતિમા મસ્જિદના ચોકમા રહેતા અને મોતીતળાવ અલંગ હાઉસમાં આદિત્ય પ્રકાશ એન્ટરપ્રાઈઝ તથા આરઝુ કોલ્ડ્રિંક્સ નામે વેપાર ધરાવતા શહેઝાદ આરીફ લાખાણી ઉ.વ.38 એ પ્રભુદાસતળાવ વિસ્તારમાં રહેતા યુનુસ કુરેશી ઉર્ફે યુનુસ મીણબત્તી વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.20 ,5 ના રોજ આરોપી મીણબત્તી તેની દુકાને આવ્યો હતો એ વખતે ગાળો બોલતો હોય આથી દુકાન સંભાળતા ઈરફાન બેલીમે મીણબત્તીને ગાળો ન બોલવા અને દુકાનેથી જતાં રહેવા જણાવેલ દરમ્યાન મીણબત્તીએ દુકાનેથી ઉધારમા સિગારેટ લઈ જતો રહેલ અને ફરી એકવાર આ શખ્સ આવતા ઈરફાને સિગારેટ ના પૈસા માંગતા મીણબત્તી એ ઉશ્કેરાઈ જઈ ઈરફાનને ગાળો દઈ અહીં દુકાન ચલાવવાની છે તેમ જણાવી જતો રહ્યો અને આ વાતની દાઝ રાખી આજે વહેલી સવારે મીણબત્તીએ પેટ્રોલ સાથે દુકાને આવી દુકાન તથા ભંગારના ડેલામા પેટ્રોલ છાંટી કાંડી ચાંપી દેતા દુકાન ધારક તથા લોકો આગ ઓલવવા દોડી આવતા ઉશ્કેરાયેલા મીણબત્તીએ આ લોકોને છરી બતાવી જો આગ ઠારવાનો પ્રયત્ન કર્યો તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદી શહેઝાદે ડી-ડીવીઝન પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને મીણબત્તીને કુંભારવાડા વિસ્તારમાંથી આરોપીને પોલીસે ઝડપી લઈ લોકઅપ હવાલે કર્યો હતો
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર