શહેરના ટાગોર રોડ પર આઝાદી કાળના સમયથી આવેલી શામજી વેલજી વિરાણી ટ્રસ્ટની વિરાણી હાઇસ્કૂલની વિશાળ મિલકતના વેચાણની હીલચાલ સામે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પોતાને કાયદે આઝમ તરીકે ઓળખાવતા સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળયાએ ચેરીટી કમિશનર સમક્ષ વાંધાઓ સાથે અરજી કરી હતી. તદુપરાંત સરકાર તરફે સીટી સર્વે સુપ્રિન્ડેન્ડેન્ડ દ્વારા પણ એક અપીલ કરવામાં આવી હતી. આ કાનૂની લડતમાં ચેરીટી કમિશનરે ટ્રસ્ટની તરફેણમાં હુકમ કરી વિરાણી હાઇસ્કૂલની તમામ જગ્યા શામજી વેલજી વિરાણી ટ્રસ્ટની હોવાનો હુકમ કરી સીટી સર્વે સુપ્રિન્ડેન્ડેન્ટની અપીલ કાઢી નાખી છે. જ્યારે ટ્રસ્ટની જમીન સાથે કોઇ પ્રકારનું હિત ન હોવા છતાં ત્રાહિત વ્યક્તિ તરીકે ટ્રસ્ટની મિલકતને વિવાદમાં લઇ જવાનો પ્રયાસ કરનાર પુરુષોત્તમ પીપળીયાની અપીલ પણ ફગાવી દીધી છે. અલગ અલગ ટ્રસ્ટની પ્રવૃત્તિમાં લાંબા ગાળે વાંધા-વિવાદ સર્જી અંગત હિત સાધવાનો પ્રયાસ કરતા ત્રાહિત તત્વો સામે ચેરીટી કમિશનરનો આ હુકમ લાલબત્તી સમાન છે. આ સાથે બન્ને અપીલમાં બન્ને પક્ષ દ્વારા રજૂ કરાયેલા આધાર, પુરાવા અને કાયદાના આધારોને લઇને કરાયેલી રજૂઆત પછી સંયુક્ત ચેરીટી કમિશનર પી.એમ.રાવલે એવો હુકમ કર્યો હતો કે, હાલનો ફેરાફર રિપોર્ટ કલમ-૨૨ હેઠળ નિર્ણય કરવામાં આવ્યો છે. કલમ-૨૨ (એ) અન્વયેની કાર્યવાહી નથી. નોંધવા જણાવેલ મિલકતની માલિકી અંગે નોંધણી અરજીના કામે તપાસ બાદ નોંધ થઇ છે. હાલના ફેરફાર રિપોર્ટથી માત્ર સીટી સર્વે નંબરો અને ચોરસ મીટર ક્ષેત્રફળ નોંધવા પુરતી છે. તે સંજોગોમાં એપેલન્ટ તરફે રજૂ કરાયેલા ચુકાદા લાગુ પડતા નથી. આ હુકમની નોંધ પીટીઆરમાં કરવી. તેમ ઠરાવી સીટી સર્વે સુપ્રિન્ડેન્ડેન્ટની અપીલ અને પુરુષોતમ પીપળીયાની અપીલ કાઢી નાખી છે. આમ વિરાણી સ્કૂલનની તમમામ જગ્યા (અંદાજીત પ૦ હજાર વાર) વિરાણી ટ્રસ્ની માલિકીની હોવાનો હુકમ થયો છે. આ સાથે વિરાણી ટ્રસ્ટની વિશાળ મિલકતને વિવાદમાં લઇ જવાનો પ્રયાસ કરનારાઓને જબરી કાનૂની લપડાક મળી છે
રાજકોટના વિરાણી ટ્રસ્ટની જમીન વિવાદમાં લઇ જવાનો પ્રયાસ કરનાર પીપળીયાને કાનૂની લપડાક
Previous article
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -