સૌરાષ્ટ્રમાંથી સૌ પ્રથમ વખત લગભગ 5500 કિલોમીટરની બાઈક પર સફર કરી લેહ લદાખમાં આવેલા વિશ્વના સૌથી વધુ 19020 ફૂટના ઊંચા “ઉમલીંગ લા પાસ” ની સાહસ યાત્રા કરવા જૂનાગઢ અને રાજકોટના યુવાનો આજ રોજ રવાના થયા હતા. તેમજ ટીમના લીડર અને સાહસવીર જશરાજ મેવચા, હાર્દિક કારીયા, ઉદય પંડ્યા, ચંદ્રકાંત રૂપારેલિયા, નિલેશ મેવાચા જૂનાગઢ થી તેમજ રાજકોટથી પ્રશાંત ક્યાડા, હર્ષિલ રાવલ, હિરેન વરસાણી મળીને કુલ 8 વ્યક્તી સાહસયાત્રામાં જોડાયા છે અંદાજીત 18 દિવસ કરતા વધુ ચાલતી અને ખૂબ જ ઉંચાઈ પર આવેલ ઝોઝીલા, રોહતાંગ, બારા લાચા લા, લાચુંગ લા, તગલાંગ લા, નામિરા લા, ફોટુ લા, ચાંગ લા વગેરે જગ્યાઓ સર કરીને કુલ 19020 ફૂટ ઊંચા ઉમ્લિંગ લા જવા માટે રવાના થયા છે. તેમજ અત્યંત મુશ્કેલ એવી યાત્રા માટે જરુરી કપડાં, દવાઓ, મોટરસાયલ માટે જરુરી ઓજારો તેમજ ટાયર પંચર શાંધવા માટેનો સામન સાથે રાખી અને કઠીન પ્રવાસ દરમ્યાન તંબુમાં રહેવું, જાતે રસોઈ બનાવવી, પાકિસ્તાન અને ચીન સરહદ નજીકના સંવેદનશીલ વિસ્તારો માંથી પણ પસાર થવું, માઈનસ તાપમાનની ઠંડીમાં રહેવું, ઓક્સીજનની કમી, અતિ જોખમી નદી નાળા પસાર કરવા, જેવી અનેક કુદરતી આપત્તિઓ પાર કરેવાની તૈયારી સાથે અને ભારે ઉત્સાહ સાથે આ સાહસવીરો રવાના થયા છે.
વિનોદ મકવાણા, જૂનાગઢ