થાનગઢના ખાખરાળી અને જીઆઇડીસી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન ચાલતુ હોવાનુ ફરીયાદો થઇ હતી.જેને લઇ કલેક્ટરે તપાસના આદેશ કરતા ભુસ્તર શાસ્ત્રી સહિત ટીમે તપાસ હાથ ધરી હતી.જ્યાં મશીનથી કાર્બોસેલ અને ફાયરક્લે ખોદકામ પકડાતા ડમ્પર, મશીન સહિત રૂ.2 કરોડનો મુદામાલ સીઝ કરી પોલીસને સોંપાયો હતો. થાનગઢ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પર દરોડા કરી મશીન ડમ્પર સહિત મુદામાલ સિઝ કરાયો હતો.
રિપોર્ટર મુકેશ ખખ્ખર ચોટીલા