કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર:વાચાણીની દાદાગીરી સામે આવી છે જેમાં તેઓએ આવેલા અરજદાર ને માર મારી ઓફિસ ની બહાર કાઢી મૂક્યા હતા. આ અરજદાર પોતાના મકાનના લે આઉટ પ્લા માટે છેલ્લા દસ દિવસથી ધક્કા ખાઈ રહ્યા હતા તેમજ પોતાના જગ્યામાં દબાણ કરનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ માટે લે આઉટ પ્લાન ની જરૂરિયાત હોવાથી અનેક વખત અરજી કર્યા છતાં અરજદારને બે વખત લોક અપમાં નખાવ્યા બાદ આજે અરજદારને અંતે બેફામ માર માર્યો હતો જેથી અરજદારને માથાના ભાગે ઇજા પણ થઈ હતી.