અમરેલીના ચિત્તલ નજીક આવેલ મોણપર ગામે એક રહેણાકી મકાનમાં રાખવામાં આવેલ આશરે 600 મણ કપાસમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી ગઇ હતી. ત્યારે આગ લાગી હોવાની જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમને કરાતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી આગ પર કાબુ કર્યો હતો. ફાયર બ્રિગેડની સતર્કતા અને ગામના સરપંચ સહિત લોકોની સેવાકાર્યથી માત્ર 60 મણ જેટલા કપાસને નુકસાન થયું છે ત્યારે બાકીના કપાસને વધુ આગ લાગતાં બચાવી લેવાતા ખેડૂતે પણ હાશકારો અનુભવ્યો સદનસીબે આગમા કોઈ દુર્ઘટના કોઈ જાનહાની થઈ નથી તેમ ફાયર બ્રિગેડની ટીમ જણાવ્યું હતું.
અશોક મણવર અમરેલી