સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા 77 અધ્યાપકોએ ગયા વર્ષે 11 માસના કરાર પર ભરતી કરવામાં આવી હતી જેનો કરાર તારીખ 14 મેના રોજ પૂર્ણ થઇ ગયો છે. જોકે હાલ તો યુનિવર્સિટીમાં વેકેશનનો માહોલ હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર પડવાની નથી, પરંતુ યુનિવર્સિટી તંત્રએ આ કરાર આધારિત પ્રોફેસરોના ફરીથી ઈન્ટરવ્યૂ કરીને 11 માસના કરાર પર ભરતી પ્રક્રિયા કરવાની સરકારમાં મંજૂરી માગી છે.સરકારમાંથી આ બાબતે મંજૂરી મળ્યા બાદ આગામી દિવસોમાં ફરી કરાર આધારિત પ્રોફેસરોની ભરતીના ઈન્ટરવ્યૂ યોજવામાં આવશે. યુનિવર્સિટીએ હાલ કેટલા અધ્યાપકો નિવૃત્ત થયા છે કે થવાના છે, કયા ભવનમાં કેટલી ટીચિંગની જગ્યા ખાલી છે તેની વિગતો સરકારમાં મોકલી છે.