રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર સપ્તાહે રોગચાળા અંગેના આંકડાઓ જાહેર કરવામાં આવે છે. ત્યારે છેલ્લા સપ્તાહના આંકડાઓ આજે જાહેર થતા રોગચાળામાં ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉધરસ શરદી અને તાવના 204 કેસો તેમજ સામાન્ય તાવના 32 કેસો ઉપરાંત ઝાડા ઉલ્ટીનાં 88 કેસો નોંધાયા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ડેંગ્યુ અને મેલેરિયાનો 1-1 કેસ પણ નોંધાયો હોવાનું તેમજ હિટસ્ટ્રોક અને કોરોના ના નહિવત કેસ હોવાનું આરોગ્ય અધિકારી જયેશ વાંકાણી દ્વારા જણાવાયું હતું. આ સાથે વધુ માં તેઓ એ ગરમી થી બચવા માટે લોકોએ પુષ્કળ પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવું તેમજ બપોરે 11થી 2 દરમિયાન જરૂર સિવાય બહાર ન નીકળવું અને જો ફરજીયાત જવું પડે તેવા સંજોગોમાં સુતરાઉ કપડાં પહેરી માથા ઉપર ટોપી અને ગોગલ્સ ચશ્માનો ઉપયોગ કરવો અને સગર્ભા અને ધાત્રી બહેનોએ બહાર જવાનું ટાળવું પણ જરૂરી હોવાનું જણાવ્યું હતું.