સુરેન્દ્રનગર જિલ્લાનાં લીંબડી તાલુકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખ શ્રી લગધીરસિહ રાણા, અનિલભાઈ સીગલ, ચેલાભાઇ ભરવાડ, બાબુભાઈ સોલંકી, કનુભા ઝાલા, અશોકભાઈ શેઠ, લાલાભાઈ લીંબડી તાલુકાના તથા શહેર કોંગ્રેસ ના આગેવાનોએ હાજર રહી ને “જય બજરંગબલી”’ ના નાદ સાથે હનુમાનજી મંદિર દર્શન કરવા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કર્ણાટક ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પરાજ્ય થતાં કોંગ્રેસ ને બહુમતી મળી છે ત્યારે દેશમાં ને ગુજરાતમાં અલગ-અલગ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. સત્તા પક્ષને નકારીને કોંગ્રેસ પક્ષને બહુમતી આપીને ચુંટણીમાં વિજય અપાવ્યો છે, એટલે આજે પુરા દેશમાં કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા વિજ્ય સરઘસ કાઢી ને ખુશી અનુભવી રહ્યા છે.
સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા