ડીસા તાલુકાના જુના વાસણા ગોળયા ખાતે અશહય ગરમીના કારણે હજારોની તદાદમાં માછલીઓ મરવા લાગી છે ઉનાળાની સિઝનમાં પશુ પંખી સહિત માનવજીવન પણ ગરમીના લીધે ખોરવાયું રહ્યું છે ત્યારે ડીસા તાલુકાના જુના વાસણા ગોળીયા ખાતે એક તળાવમાં એકાએક માછલીઓ મરવાનો સિલસલો જોવા મળ્યો છે જ્યારે આજે વહેલી સવારે જુના વાસણા બોરીયાના યુવાનો દૂધ ભરવા જઈ રહ્યા હતા તે દરમિયાન એકાએક જાણવા મળ્યુ કે તળાવની માછલીઓ મરી રહી છે ત્યારે વાસણા ગામના સરપંચ દ્વારા લાગતા અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ માછલીઓને બચાવવા માટે વાસણા જુના ગોળીયા પંચાયતનો બોર હાલ પૂરતો ચાલુ કરી તળાવ ભરવા માં આવી રહ્યું છે તેથી મછલીઓને બચાવી શકાય. ગ્રામીણ ક્ષેત્રોમાં જેટલા પણ તળાવો આવેલા છે તેને લાગતા વળગતા અધિકારી તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.
અહેવાલ રાજુ સી પુનડીયા