મહેસાણાથી રતનપર ભાઈના લગ્નમાં આવતી બહેનનું માર્ગમાં સર્જાયેલા અકસ્માતમાં મોત થતાં સમાજમાં અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મહેસાણા થી નિકડેલ આ દંપતીનું લખતર-વિરમગામ હાઈવે પર ડાંગર ભરેલા ટ્રેકટરની ટ્રોલી પાછળ કાર અથડાતાં અકસ્માત સર્જાયો હતો તેમજ કારણો બૂકડો બોલી જતા પતિ ની નજર સામે જ પત્નીને માથામાં ઈજા થતા ઘટનાસ્થળે મોત થયું હતું.તેમજ સમગ્ર ઘટનાની જાણ લખતર પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ સાથે જ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ બનાવની ફરીયાદ નોંધાવી વધુ તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ સાથે લગ્ન પ્રસંગે જ દંપતી ખંડિત થતા શોકનો માહોલ છવાય જવા પામ્યો હતો.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }