એફોર્ડબલ હાઉસિંગ મિશન ગાંધીનગર, નગરપાલિકાઓની કચેરી રાજકોટ ઝોન અને મોરબી નગરપાલિકા દ્વારા આજે અમૃત આવસોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગર ખાતે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ લોકાપર્ણ કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમૃત આવસોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કામોના લોકાપર્ણ, ખાતમુર્હત અને ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયા હતા જેમાં મોરબી નગરપાલિકા ખાતે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પ્રાંત અધિકારી ડી એ ઝાલા અને ઇન્ચાર્જ ચીફ ઓફીસર ડી સી પરમાર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સહાય અર્પણ કરવામાં આવી હતી
જેમાં મોરબી ખાતે ૩૫ લાભાર્થીઓને યોજના અંતર્ગત પાકા આવાસ બનાવવા માટે ૩.૫ લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી વધુમાં કાંતિલાલ અમૃતિયાએજણાવ્યું હતું કે યાદીમાં નામ છે તે તમામ લાભાર્થીઓને સહાયની રકમ મળશે