થોડા દિવસો પહેલા કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા અને વિશ્વાસનાં આધાર સ્થંભ એવા જગત મંદિરનાં ગર્ભ ગૃહમાં શ્રી દ્વારકાધીશની મૂર્તિ સમક્ષ પુજારીઓ,સાધુઓ અને દર્શનાથીઁઓ દ્વારા ભારતીય ચલણી નોટો (માઁ લક્ષ્મી)નાં છુટા હાથે ઘા કરવામાં આવ્યા.( નોટો હાથમાં લઈ ઉતારો કરાયો ,ઘોર કરાઈ- નોટોને અપમાન જનક રીતે છુટી હવામા ફેંકાઈ!) આવી 3 કે તેથી વધુ ઘટના બની અને તેનું ઈરાદાપૂર્વકનુ જાણીજોઈને વ્યક્તિગત વાહવાહી મેળવવા માટે શુટીંગ કરાયું. આ શુટ કરેલ વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ કરાયા હતા ભગવાનનું અપમાન કરવામાં આવ્યું હોય સૌ સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજ પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડીએ છીએ. અમારા સમાજમાં આ ઘટનાને લઈને ભારે રોષ ફેલાયો છે. ત્યારે આ મુદે ધાર્મિક લાગણી દુભાઈ હોય ભગવાનનું અપમાન કરનાર સામે પગલાં લેવાની માંગ સાથે કલેકટર તથા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.