25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

વીરપુરમાં એકતરફી પ્રેમમાં પાગલ શખસએ મહિલાની છરીના ઘા ઝીકિ કરી હત્યા, આરોપીની ધરપકડ


વિરપુરના જલારામ નગરમાં રહેતી કંચનબેન વાઘેલા નામની પરિણીત મહિલાની હત્યા નિપજવી નાસી છૂટેલા એક તરફી પ્રેમમાં પાગલ શખસને પોલસી દબોચી લીધો છે હત્યા અંગે એસસી એસટી સેલના ડીવાયએસપી હિંગોળદાન રત્નુંએ જણાવેલ કે, પંદરેક વર્ષ પૂર્વે ફરીયાદી ગોવિંદભાઇ વાઘેલા પોતાની પત્ની કંચનબેન સાથે જેતપુરના ભાદરના સામાંકાંઠા વિસ્તારમાં રહેતો ત્યારે આરોપી નારણ કેશુભાઈ ડાલીયા પણ તેમના ઘરની બાજુમાં જ રહેતો હતો. ત્યારથી નારણ કંચનબેન સાથે પ્રેમ સંબંધ બાંધવાનો પ્રયત્ન કરતો હતો. પરંતુ તેમાં તેને સફળતા મળી ન હતી. કંચનબેન જેતપુર કારખાનામાંથી છૂટી ઘરે જતાં હતા ત્યારે આરોપી નારણે પીછો કરી રસ્તામાં ધારદાર હથીયાર વડે હુમલો કરતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હત્યાના બનાવની જાણ પોલીસને થતાં પોલીસે બનાવ સ્થળ પર પહોંચી મૃતકને પીએમ માટે વીરપુર સરકારી હોસ્પીટલ ખાતે ખસેડી હતી. અને હત્યારાના સગડ મળતા પોલીસે બસ સ્ટેન્ડ પાસેથી હત્યારો કોઈ વાહનમાં બેસી ભાગવાની ફિરાકમાં હતો ત્યાં જ ઝડપી લીધો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -