પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તારમા આવેલ જાંબુડીવાસ ખાતે છેલ્લા એક વર્ષ થી અંધુરી મુકેલ ગટર લાઇનનુ કામ એટલે મુકી દેતા આ વિસ્તાર ના રહીશો ની ઉધ હરામ થઈ ગઈ છે અને ખુલ્લી ગટર મા માત્ર પાઈપો મુકી દેતા કામ અધુરૂ છોડી દેતા અહી આ વિસ્તાર નુ આખુ ગંદુ પાણી આવે છે અને મેલેરીયા , કોલેરા સહિત મચ્છરજન્ય રોગો નો ભંય સંતાવે છે તો આ વિસ્તાર ના લોકો એ જયારે આ વિસ્તાર ના કોર્પોરેટરો ને પણ જાણ કરી હતી અને કોર્પોરેટરો ની ટમ પૂર્ણ થતા પાલિકામા પણ જાણ કરી છતાંય આજદીન સુધી અહી કોઇ જોવા પણ આવ્યુ નથી અને વિસ્તાર ના લોકો નુ કોઇ સાભળતુ નથી અને અહી આખા ગામનુ ગંદુપાણી આવે છે ત્યારે પાલિકા મા રજુઆત બાદપણ કોઇ નિકાલ ના આવતા હાલતો આ વિસ્તાર ના રહીશોને કમળો , કોલેરા ,મેલેરિયા , ડેન્ગ્યુ જેવા રોગોનો ભંય પણ સંતાવે છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે આ અહેવાલ પ્રસિધ્ધ થયાબાદ પાલિકા મા બેઠેલ જવાબદાર તંત્ર અહી આવી ખરેખર સમસ્યા ને જોઈ અને યુધ્ધના ધોરણે ઝડપી કામ હાથમાં લેશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે
ઉમંગરાવલ સાબરકાંઠા