રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસ સમક્ષ કહેબર ઓફ કોમર્સ દ્વારા ઓપન હાઉસ યોજી શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા 64 જેટલા સૂચનો કરવામાં આવ્યા હતા જેનો ઉકેલ લાવવાના ભાગરૂપે ટ્રાફિક ડીસીપી પૂજા યાદવની રાહબરી હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે દરમિયાન ગઈકાલે ટ્રાફિક પોલીસ દ્વારા જોખમી અને ઓવરલોડ સમાન ભરીને નીકળેલા 55 છકડો રિક્ષા અને માલવાહક વાહનો ડિટેન કર્યા હતા ટ્રાફિક પોલીસની કડક કામગીરી સામે માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી સહિતની વસ્તુઓ ભરવા અને ઠાલવવા આવતા રિક્ષા ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે દંડ ઉઘરવતી પોલીસ સામે આ અંગે આગામી દિવસોમાં રણનીતિ ઘડી ઉગ્ર રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે.