રાજકોટના જાહેર બાગ બગીચાઓમાં પડ્યા પાથર્યા રહેતા આવારા તત્વો એકલ ડોકલ યુગલોને હેરાન કરતાં હોવાની ઉઠેલી ફરિયાદ અન્વયે ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો ગત રાત્રે રેસકોર્સ ગાર્ડન, રેસકોર્ષ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ત્રાટકી હતી અને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમા શંકાસ્પદ જણાતા તત્વોને જાહેરમાં ઊઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું તેમજ વાહનોના ડોક્યુમેન્ટ ચેક કરી 27 વાહનો ડિટેન કર્યા હતા.