રાજકોટની વધુ એક અંબાના નશીબ ખૂલ્યા છે અગાઉ કુતરાના મુખમાંથી બચાવ્યા બાદ પોલીસ અંબે નામની દીકરીનું જતન કરી તેને ઇટલીના દંપતીને સોંપ્યા બાદ આજે કાઠીયાવાડ બાલાશ્રમમાં 2018થી રહેતી તન્વી નામની 12 વર્ષીય દીકરીને અમેરિકન શ્રીવાસ્તવ દંપતીએ દત્તક લેવાનો નિર્ણય કર્યો છે આ બાળકીને અગાઉ અમેરિકા લઈ ગયા બાદ ત્યાં તેનું ખૂબ સારી રીતે જતન કરવામાં આવ્યું હોવાનું બાળકી જણાવ્યું હતું જ્યારે સંચાલકોએ અગાઉ 350થી વધુ બાળકોને નિસંતાન દંપતીઓએ દત્તક લઈ નવું જીવન અર્પણ કર્યું હોવાનું જણાવ્યું હતું.