સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સૌકા ગામે જુગાર ચલાવનારા યુવક નવદીપસિંહ ઝાલાએ SOG પીએસઆઈ પઢિયાર અને SOG કોન્સ્ટેબલ હરદેવસિંહ ઝાલા સામે મોટી રકમના માસિક રૂ.12 લાખનો હપ્તો વસૂલતા હોવાનો સનીસનીખેજ આક્ષેપ કર્યો હતો. જેમાં લીંબડીના સૌકા ગામેં છેલ્લા બે વર્ષથી સૌકા ગામે ગુડદી પાસાનો જુગાર ચલાવવા માસિક રૂપિયા 12 લાખનો હપ્તો SOG પોલીસ લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેમાં રૂપિયા 12 લાખને બદલે માસિક રૂપિયા 20 લાખનો હપ્તો માંગ્યો હતો, જે આપવાનો જુગાર ચલાવનારા યુવક નવદીપસિંહ ઝાલાએ ઇન્કાર કરતા રેઈડ પાડી હોવાનો ખુલાસો કર્યો હતો. ત્યારે લીંબડીના સૌકા ગામેં છેલ્લા બે વર્ષથી જુગાર ચલાવનારા યુવક નવદીપસિંહ ઝાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને SOG પીએસઆઈ પઢીયાર અને SOG હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ ઝાલા સામે કડક કાર્યવાહી કરી તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. અને આ બાબતે ગૃહમંત્રી, રેન્જ આઇજી અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને પણ લેખિત રજૂઆત પણ કરી છે. જેમાં થોડા દિવસો પહેલા લીંબડી તાલુકાના સૌકા ગામની સીમમાંથી LCB પોલીસે 38 જુગારીઓને રોકડ રૂ. 24.21 લાખ સહિત કુલ રૂ. 28.77 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.