દુનિયામાં માતાનો જોટો ક્યારેય મળ્યો નથી અને મળવાનો પણ નથી…માતાના માનમાં ઉજવણી કરવાની વાત આવે એટલે કોઈ એક દિવસ નહીં બલ્કે દરરોજની દરેક સેકન્ડ, દરેક મિનિટ ઓછી પડતી હોય છે. જો કે સમગ્ર વિશ્વમાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે આતંરરાષ્ટ્રીય માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમણે આપણને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું તેમની આંગળી પકડી એમના પ્રેમનું ઋણ ચૂકવવાનો આ દિવસ હોય છે. ત્યારે આ દિવસને યાદગાર બનાવવા માટે રાજકોટ પોલીસ દ્વારા નવતર અભિગમ અખત્યાર કરવામાં આવ્યો છે. આ રવિવારે આંતરરાષ્ટ્રીય માતૃત્વ દિવસ નિમિત્તે પોલીસ દ્વારા ‘વૉકાથોન’નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારોની સંખ્યામાં માતાઓ અને તેમના સંતાનો જોડાશે. મહિલાઓમાં એક જાગૃતિ સંદેશ પ્રસરે તેવા શુભ હેતુથી રાજકોટ શહેર પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃ દિવસની ઉજવણી કરવા ‘વોકાથોન’નું આયોજન તા.14-5ને રવિવારે સવારે 6:30 વાગ્યે કરવામાં આવનાર છે.
રાજકોટ: માતૃદિવસ પર માતા-બાળકો માટે ‘વોકાથોન’નું આયોજન, પોલીસનો નવતર અભિગમ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -