પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર હોવાની સાથે સમાજમાં સકારાત્મક પરિવર્તનો અને દિવ્યાંગ પ્રેમી અભિગમ માટે વિશેષ જાણીતું છે. સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષશ્રી અને દેશના યશ્વસી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ અનેકવિધ દિવ્યાંગ લક્ષી પ્રકલ્પો ચલાવી રહ્યું છે. ટ્રસ્ટની આ જ વિચારધારા હેઠળ તા.6 અને 7 મે ના રોજ સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ મુક બધિર ક્રિકેટ ટુર્નામેન્ટની સોમનાથ ટ્રસ્ટ દ્વારા યજમાની કરવામાં આવી હતી. જેમાં ગીરસોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને જામનગર મળી કુલ 5 જિલ્લાના 80 થી વધુ મુક બધિર ખેલાડીઓ માટે અનેકવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટના ડોરમેટરી અતિથિગૃહ ખાતે 80 મુક બધિર મહેમાનોની રેહવાની, સાત્વિક ભોજન, નાસ્તો, ચા કોફી સહિતની તમામ વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી.
રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિર સોમનાથ