ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-૩ સંવર્ગની ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની કુલ-૩૪૩૭ ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારોની પસંદગી માટે આજ રોજ રાજ્યભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં પણ આ પરીક્ષા જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાનાં માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશાંત જીલોવાનાં દિશાસૂચન હેઠળ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. સ્ટ્રોંગરૂમ ખાતેથી પેપર કેન્દ્રો સુધી લાવવા-પરત લઈ જવા, પરીક્ષાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ, સીસીટીવી દ્વારા પરીક્ષાનું સુપરવિઝન, પરીક્ષાર્થીઓ માટે પરિવહન અને હેલ્પ ડેસ્ક સહિતની સુવિધાઓ અબાધપણે કાર્યરત રહે તે તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લાના કુલ ૯૨ કેન્દ્રના ૮૭૮ વર્ગખંડોમાં કુલ ૧૫૪૬૮ હાજર રહ્યા હતા. કુલ ૧૦૮૭૨ ગેરહાજર રહ્યા હતા.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર