અરવલ્લી જિલ્લાના બાયડના ડેમાઈ ગામે ધામણી નદીમાં ઝેરી પ્રવાહી મિશ્ર થઈ જતાં માછલીઓના મોત નિપજ્યાં છે નદીમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા સેવાભાવી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે નદીના પાણીમાં ઝેરી પદાર્થથી માછલીઓનું મોત થયાનું અનુમાન સેવાઇ રહ્યું છે ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં માછીમારો એકત્ર થયા હતા અસામાજિક તત્વોએ માછલીઓ પકડવા ઝેરી પદાર્થ નદીમાં નાખ્યાની ચર્ચાએ જોર પકડયું છે