અરવલ્લી જિલ્લાના મેઘરજના બેડઝમાં દીપડાનો આતંક સામે આવ્યો છે.. દીપડાએ બે પશુઓનુ મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દીપડાના આતંકથી ગ્રામજનો ઘરમાં પુરાઈ જવા માટે મજબૂર બન્યા છે. હાલ તો દીપડાને જડપી પાડવા વનવિભાગ ધ્વારા પાંજરૂ મુકાયુ છે. ત્યારે હવે ગ્રામજનો દીપડો પાંજરે પુરાઈ તેની રાહ જોઈને જીવી રહ્યા છે.
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી